Home> Gujarat
Advertisement
Prev
Next

VIDEO: CM રૂપાણી અને શિક્ષણમંત્રી શિક્ષકો પર લાલઘૂમ, ચુડાસમાએ કહ્યું-'વેતન લો છો તો કામ કરવું પડશે'

ગાંધીનગરમાં શિક્ષણ વિભાગના કંટ્રોલ રૂમનું સીએમ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને વિભાવરીબેન તેમજ  મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા.

VIDEO: CM રૂપાણી અને શિક્ષણમંત્રી શિક્ષકો પર લાલઘૂમ, ચુડાસમાએ કહ્યું-'વેતન લો છો તો કામ કરવું પડશે'

ગાંધીનગર: ગાંધીનગરમાં શિક્ષણ વિભાગના કંટ્રોલ રૂમનું સીએમ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને વિભાવરીબેન તેમજ  મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા. આ કંટ્રોલ રૂમથી હવે રાજયની તમામ પ્રાથમિક શાળાઓનું નિરીક્ષણ કરવામાં આવશે. ત્યાર બાદ મહાત્મા મંદિર ખાતે શાળા પ્રવેશોત્સવ  અને ગુણોત્સવના કાર્યક્રમ યોજવામાં આવ્યાં હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા. આ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણમંત્રી શિક્ષકો પર લાલધુમ થયાં હતા.

fallbacks

જુઓ VIDEO...

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, વેતન લો છો તો કામ કરવું પડશે. પ્રદર્શન ખરાબ હોય તો ખાનગી સ્કૂલો કાઢી મુકે છે. હું કાઢી શકતો નથી પણ પરિણામ માગી રહ્યો છું. તેમજ સીએમ રૂપાણીએ જણાવ્યું કે એકબીજા પર દોષનો ટોપલો ઢોળવાનું બંધ કરો. આમ કરીને તેમણે શિક્ષકોને ચેતવ્યા હતા.

અત્રે જણાવવાનું કે વારંવાર એવી ફરિયાદો ઉઠે છે કે સરકારી શાળાઓમાં શિક્ષકો છોકરાઓને ભણાવવામાં બરાબર ધ્યાન આપતા નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More